angolo-alto-sx angolo-sup-dx


 
soget

Soget s.r.l.
Via Roncaglia 14 - 20146 Milano, Italia
Tel. 02 485914.1
Fax 02 485914.20

ગુજરાતી

સોગેટ નામ શ્રેષ્ઠ અનુવાદોનું પર્યાય બની ગયું છે.

30થી પણ વધુ વર્ષોના અનુભવથી અમે બહુભાષી દસ્તાવેજોના નિર્માણમાં ખાસિયત ધરાવતી ઈટલીની એક સૌથી વિશાળ સંસ્થા બન્યા છીએ.

બધી જ મહત્ત્વની ભાષાઓમાંની અમારી સેવાઓમાં જેમ કે, (ટેકનિકલ લખાણ અને સંપાદન), સ્થાનીયકરણ, ગ્રાફિક્સ અને કૅડ (CAD) કૉમ્પ્યૂટરની સહાયથી ડિઝાઈન તૈયાર કરવી, પાનાના સમુલાગ્ર આલેખન અને મુદ્રણનો સમાવેશ થાય છે.

તમારા આંતરરાષ્ટ્રીય સંપર્કો વધુમાં વધુ રહે તે માટે મલ્ટી મીડિયા નિર્માણો, ઈંટરનેટ ઉપર પ્રદર્શિત કરવા માટેની આકૃતિઓ અને વેબપેજિસની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

અમારી સંસ્થા આઈએસઓ (ISO 9001) ધોરણ સાથે સુસંગત ગુણવત્તા પ્રણાલીથી સંચાલિત થાય છે; આ કાર્યપદ્ધતિમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

  • માતૃભાષા બોલનારા અનુવાદકોનો ઉપયોગ

  • નિર્માણના બધા જ તબક્કાઓમાં સ્વચાલિત યંત્રોનો પ્રયોગ

  • અમારા બધા જ કર્મચારીઓની કાળજીપૂર્વક પસંદગી અને બધા જ કર્મચારીઓને નિરંતર પ્રશિક્ષણ

  • અમારા પારિભાષિક શબ્દોના સ્રોતોનું સતત અદ્યતનીકરણ કરવું અને સરળ પારિભાષિક શબ્દોનું સર્જન કરી તેમને ઉપયોગમાં લેવા

  • એકધારી ઊંચી ગુણવત્તા માટે કૉમ્પ્યૂટરની સહાયવાળી તરજુમાની ટેક્નોલૉજીઓનો ઉપયોગ (ટ્રાંસલેશન મેમરીઝ) કરવો

  • બધા જ મુખ્ય સોફ્ટવેર પ્રોગ્રામો સાથે સુસંગતતા

  • કડક ગુણવત્તા નિયંત્રણ.

યોગ્ય પરિયોજના પ્રબંધકો (પ્રોજેક્ટ મેનેજર) દરેક કામ પર દેખરેખ રાખે છે, સંસાધનોનું સંચાલન કરે છે અને ગ્રાહકની અપેક્ષાઓને અનુરૂપ વર્તે છે.

તે જ પ્રમાણે મેકિનટોશ (Macintosh) અને વિન્ડોઝ (Windows) માટેના અમારા સોફ્ટવેર કાર્યક્રમોનું એકધારું અદ્યતનીકરણ થતું રહે છે. તેનો અર્થ એ થયો કે અમારા ગ્રાહકો તેમના સંસાધનો સાથેની પુર્ણ સુસંગતતા પર ભરોસો રાખી શકે છે.

તેથી જ અમે 5000થી પણ વધુ ગ્રાહકો ધરાવીએ છીએ, તે જાણીને નવાઈ લાગવી જોઈએ નહીં. અમારામાંના તેઓના વિશ્વાસે અમને ઉચ્ચ કોટિના કોર્પોરેટ બ્રોશરોથી લઈ અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો માટેની માર્ગદર્શિકાઓ સુધીની તમામ પુસ્તિકાઓ, ચોપાનિયાં વગેરેનું નિર્માણ કરવાની કુનેહ બક્ષી છે. ક્વૉટેશન માગો અને તમને જણાશે કે યુરોપીય બજારમાં અમારી સેવાઓ ખૂબ જ સ્પર્ધાત્મક છે.

 

ઑફર ફોર્મ્સ અને અમારી સેવાનું વિગતવાર વિવરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.


this page in PDF Questa pagina in PDF | This page in PDF
Questa pagina in Flash | This page in Flash
angolo-basso-sx angolo-basso-dx
Soget srl copyright ©